વિસ મુદાનો કાર્યક્ર્મ માં ગુજરાત નંબર -૧
શેર બજાર માં ઇતિહાસમાં ૨.૮૨ લાખ કરોડ્નુ વિક્ર્મી ટર્નઓવર
સરકાર ટેકાના ભાવે મકાઇ-બાજરી ખરીદ્શે.
રાજ્ય્માં મકાઇ-બાજરી પકવતા ૧૬ જીલ્લામાં ૧૫૨ ખરીદ કેન્દ્રો શરુ કરાયા છે. પુરવઠા નિગમના તમામ ગોદાઉન કેન્દો ખરીદ્કેન્દો છે.
શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટયાર્ડ
 
આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે . જેમાં 70 % થી 80% લોકો ગામડામાં રહી ખેતી કરી જીવન નિર્વાહ કરે છે . દેશના અર્થતંત્રમાં ખેતી હજુ પણ ચાવીરૂપ સ્થાન ધરાવે છે. આ સ્થિતિમાં ઘણા વર્ષો સુધી ફેરફાર થવાના કોઇ સંજોગો નથી કારણ કે વધતી જતી વસ્તીનો પ્રાથમીક જરૂરીયાતનો ખેતી સિવાય બીજો કોઇ વિકલ્પ હોઇ શકે નહીં , પરંતુ ખેતીના વિકાસનો આધાર ખેતપેદાશના ખરીદ વેચાણ માટે સુવ્યવસ્થિત બજારોના વિકાસ પર અવલંબે છે . વધુ ઉત્પાદન માટે ખેડુતોનો ઉત્સાહ વધે એવી રીતનું એક તૈયાર બજાર મલી રહે તેમજ તેની પેદાશની વ્યાજબી કિંમત આવે અને તેના માટે પ્રેરણારૂપ બની રહે છે. આ હેતુ સિધ્ધ કરવા માટે ભારત ભરમાં નિયંત્રીત બજારો સ્થાપી માર્કેટ યાર્ડમાં ખેત પેદાશની વ્યાજબી આધુનિક વેચાણ વ્યવસ્થા અને સવલતો માલ વેચનારને મલી રહે અને બજારમાં ખેડુત ગૌરવભરે પોતાના માલનું વેચાણ કરી શકે તેવી કાયદાકીય જોગવાઇ કરવામાં આવેલી છે .

કાયદાકીય જોગવાઇઓના અમલ માટે નામદાર સરકારશ્રીના જાહેરનામા ક્રમાંક નં.પી.એમ.એ.132/58 , તા- 17-1-1958 અન્વયે વડોદરા જીલ્લાના કરજણ અને શિનોર તાલુકાઓને બજાર ધારો લાગુ કરી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર -સમિતિ - કરજણ -શિનોર ની સ્થાપના કરવામાં આવી ,ત્યાર પછી માર્કેટ યાર્ડની કામગીરી વધતા અને ઝડપી વિકાસ થતાં ગુજરાત સરકારના સહકાર વિભાગના જાહેરનામા ક્રમાંક નંબર - જી.એમ.એમ.37-89 / એમ.પી.એમ .1184 – 722(ગ) 9 તા-11-5-1988 થી બજાર સમિતિ કરજણ-શિનોર નું વિભાજન કરવાનો ઇરાદો જાહેર કરેલ અને તા. 6-7-1989 નાં રોજ થી બજાર - સમિતિ શિનોર સ્વતંત્ર રીતે પોતાનો કાર્યભાર શરૂ કરેલ છે.
 
 
ફોટો ગેલેરી
   
         
 
 
 
 
 
 
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ APMC ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો APMC ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.